About Us  |   Contact Us  |   Home  |  
                         
મૃગજળ

    જીવનની   સફરનું છે આ તે કેવું છળ?           

    હાથમાં  હો  જળ  ને લાગે  એ મૃગજળ

    નિશાન  તમારી  યાદના તો  ભૂંસાયા પણ

    જતા નથી કેમેય પડ્યા મન પર એના સળ

    લઉ   હાથમાં  રેતી  ને  સરકી  જાય  એ

    ઇંતજારની તારા એમ  વિતતી  જાય પળ

    બુઝાવી  છે  પ્યાસ   સદા   મૃગજળથી

    હો સાથ તમે તો લાગે મધુર ઝાંઝવાનું જળ

 

2.  જીવન    પંથ    ઉજાળ  

જીવન    પંથ    ઉજાળ   પ્રભુ!

મારો જીવન પંથ ઉજાળ

રહે ન હવે ચિત્તે કોઇ ચિંતા,

ને   મુખે   વાણી    વિલાસ..

  અંતરે   રહે   ક્ષમા,  કરુણા,

 ને   આંખે   પ્રેમ   વરસાત,

 મારો જીવન પંથ ઉજાળ

 જનમ જનમ થી ભટકી ને આવી,

 દિલમાં   લે   સમાવ હવે તુ, 

 દિલમાં     લે     સમાવ

 મારો જીવન પંથ ઉજાળ

 ભવસાગરમાં હું મધદરિયે,

 આવીને   ઉગાર   હવે   મને,

 મારો જીવન પંથ ઉજાળ

 

કહી   દઉ    ઈશ્વરને  થંભાવી  દે    ક્ષણો,

સાથે     સનમની    મુલાકાત    બાકી  છે

આવી   ગયા   તમે   અમારા  નિમંત્રણથી,

જાઓ છો ક્યાં કે કહેવાની વાત હજુ બાકી છે

આવતી  નથી  હવે  પાનખર  કદિ બાગમાં

લાગે છે ચમન માં હજુ અસર એની બાકી છે

છૂપાઇને   પડ્યું  છે   કંઇક   મારામાં   એવું

હાથે  તમારા  માત્ર  નશ્તર  મુકાવાનું બાકી છે




Developed By Homepages.co.in